Sample Text

Chalti Patti

-- WELCOME TO BLOG :: THANK YOU FOR VISITING --

Sunday, May 24, 2020

My certificate for completed the training "Basics of COVID_19".

Basic of #Covid_19 training completed. Many things reminds by this basic training. Many more Prevention knowledge learned by #COVID19 training. Good work by #igot. Here is my certificate for completed the training "Basics of COVID_19".
#staysafe #CoronaVirusUpdate #Gujaratcorona


Saturday, May 23, 2020

First Song Teaser || તારી મીઠી મીઠી વાતો ને || YOGESH RAVALIYA


◆ મનમાં ઇરછા અને દ્રઢ આત્મવિશ્વાસ હોય તો કંઈપણ અશક્ય નથી. જીવન એકવાર મળે છે, એવું શું છે જે તમે હંમેશા કરવા માંગતા હતા ? મારુ કહું તો મને પણ સારી દેશભક્તિ અને એક્શન ફિલ્મો જોઈને ડાયરેક્ટર બનવાનું મન થતું પણ તે અશક્ય લાગ્યું.
◆ થોડા સમય પહેલા YourQuote app ની મદદથી અને અંતરમનની દ્રઢ ઇરછાથી એક ગીત લખ્યું.
◆ જોત-જોતામાં એને મારો સ્વર આપવાનું વિચાર્યું અને 7 થી 8 અલગ અલગ રીતે ગાઈને આ ગીતનો યોગ્ય સ્વર ફાઇનલ કર્યો. એક ઇરછા હતી વર્ષો જૂની જે હવે પુરી થતી દેખાય છે. પણ હા આ એક શરૂઆત હોય શકે.
◆ વીડિયો હિટ જાય કે નહીં એની મને કોઈ ચિંતા નથી પણ મારું ગીત બનાવ્યું એનો સંતોષ અને ખુશી અલગ જ છે.
◆ આભાર...

Monday, May 4, 2020

માતા-પિતા માટે...😍


ઈશ્વર આ દુનિયામાં માતા-પિતા સ્વરૂપે આવે છે. પુષ્કળ પ્રેમ આપે છે. આ વીડિયો તેમને સમર્પિત...😍

Sunday, April 12, 2020

વિશ્વનો પ્રથમ અવકાશયાત્રી યુરી ગાગરીન || Yuri Gagarin || First Man in Space


"ઊંચો હિમાલય પાર એક નાનકડા કદમથી થાય છે,
માઉન્ટ એવરેસ્ટનો માર્ગ પણ આપણા પગ નીચેથી જાય છે,
અવકાશમાં મંગળ પણ પાર યુરી ગાગરિનની હિંમતથી થાય છે.
જીવનમાં આવતી દરેક કસોટી, સામનો કરવાથી પાર થાય છે."
- Yogesh Ravaliya.

◆ મિત્રો તમે સમજી જ ગયા હશો કે આજે હું સોવિયેત સંઘના યુરી ગાગરીને બતાવેલી એ હિંમતની વાત કરીશ.

◆ તેઓનો જન્મ 9 માર્ચ, 1934 રશિયામાં થયો, તેઓ મધ્યમવર્ગમાંથી આવતા હતા. તેઓ ગણિતમાં ખૂબ હોશિયાર હતા.

◆ તેઓ વિમાન ઉડાવતા શીખી ગયા, ત્યારબાદ તેઓ આર્મીમાં ભરતી થઈ ગયા અને તેમની પસંદગી વિશ્વના પ્રથમ અવકાશયાત્રી તરીકે થઈ.

આ સુવર્ણ તક તેમને તેમની ઓછી ઊંચાઈને કારણે મળી. તેમની ઊંચાઈ 5 ફૂટ 2 ઇંચ હતી એટલે તેઓ રોકેટના કેપ્સયુલમાં ફિટ થઈ શકતા હતા.

◆ આજે 12મી એપ્રિલ પણ વર્ષ 1961ના રોજ તેઓએ પોતાની હિંમત બતાવી વિશ્વને અવકાશમાં જવાની પ્રેરણા આપી અને 'Vostok 1' નામના કેપસ્યુલમાં બેસીને અંતરિક્ષ તરફ પ્રયાણ કર્યું.

◆ તેમણે અંતરિક્ષમાં 108 મિનિટની સફર કરી જેમાં તેઓએ પૃથ્વીની ફરતે આંટા માર્યા. જેવું રોકેટ ઉડયું તેમના પ્રથમ શબ્દો હતા, "Poyekhali" એટલે ચાલો જઈએ". 

◆ તેમનું આ હિમતભર્યું પગલું વિશ્વમાં સોનેરી તક લઈને આવ્યું આજે લગભગ 60 વર્ષ થવા આવ્યા છે. આજના દિવસને "International Day of Human Space Flight" તરીકે ઉજવવામાં આવે છે.

યુરી અલેકસેવીચ ગાગરીનનું મૃત્યુ 27 માર્ચ, 1968 રશિયામાં વિમાન અકસ્માતમાં થયું.

◆ આભાર.

Sunday, March 29, 2020

Corona Virus ને ભારતમાંથી નાબૂદ થવા આટલો સમય તો લાગશે જ.


★ ગુજરાતમાં Corona virus ના અત્યાર સુધીમાં 59 કેસો સામે આવ્યા છે, ભારત આ અંક 1000 ને પહોંચવા આવ્યો છે.
★ શાળા કોલેજોમાં લગભગ 21 દિવસનું મીની વેકેશન જાહેર થયું છે, લોકોને ઘરમાં જ રહેવા સરકાર સતત કહી રહી છે. પોલીસતંત્ર અને મેડિકલ ટીમ પોતાની કામગીરી 24 કલાક કરી રહી છે. તેમના આ ફરજ માટે આપણને ગર્વ થાય અને salute કરવાનું મન થાય.
★ પણ લાગે છે, જે પણ રિસર્ચ થઈ સામે આવી છે, તે મુજબ હજી ઓછામાં ઓછું જૂન-જુલાઈ સુધી આ રોગથી છુટકારો મેળવવા રાહ જોવી પડશે. આ હું નહીં પરંતુ Washington અને Delhi માં કામ કરવાવાળી સંસ્થા Center for Disease Dynamics, Economics & Policy (CDDEP) એ પોતાની એક રિસર્ચમાં કહ્યું છે. એટલે જો ગંભીરતાથી આ રોગ ફેલાય તો હજુ 5 થી 6 મહિના આ રોગ સામે લડવું પડશે.
★ એટલે મિત્રો આ રોગનો સામનો કરવા #StayHomeStaySafe ને અપનાવો અને પોતાના પરિવારને પણ સુરક્ષિત રાખો.
★ પોલીસતંત્રને જો આપણને ઘરે રાખવા રોડ પર લાઠી લઈને ઉતરવું પડે તો આપણી કમનસીબી અને નિરક્ષરતા કહેવાય.
★ એકવાર અમેરિકા અને ઈટલીના corona virus case ના વિડિયો જોઈ લેવા. 
★ ઘરે રહો સુરક્ષિત રહો.
★ આભાર.

★ Source : The Lallantop