Sample Text

Chalti Patti

-- WELCOME TO BLOG :: THANK YOU FOR VISITING --

શનિવાર, 4 જુલાઈ, 2020

શુક્રવાર, 3 જુલાઈ, 2020

Corona સંક્રમણ જૂનાગઢમાં કાબુ બહાર જઈ રહ્યું છે.

કોરોના મહામારી દિવસેને દિવસે કાબુ બહાર જઈ રહી છે, ગુજરાત પણ ભારતમાં સૌથી વધુ કેસમાં ત્રીજા ક્રમે પહોંચી ગયું છે. જ્યારે જૂનાગઢની વાત કરું તો તમામ જિલ્લાઓમાં જૂનાગઢ અને અમરેલી જિલ્લાઓ એવા હતા જ્યાં કોરોનાનો પગપેસારો છેલ્લે થયો, જૂનાગઢને લાંબા સમય સુધી કોરોના મુક્ત રાખવામાં કલેકટરશ્રી, પોલીસતંત્ર નો મુખ્ય ફાળો રહેલો હતો જેઓ ખડેપગે પોતાની ફરજ નિભાવી રહ્યા હતા. 
5 મે પ્રથમ કેસ જૂનાગઢમાં આવતા જ ડોક્ટર અને પોલીસતંત્ર સજાગ તો થયું પણ લોકડાઉન ખુલતા જ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે પોલીસના બંધોબસ્તમાં ખૂબ ઘટાડો જોવા મળ્યો છે.
Lock down પહેલા મધુરમ બાયપાસે જ પોલીસ ખૂબ જ સજાગ રહેતી દરેકની પૂછપરછ થતી અને યોગ્ય કારણ હોય તો જ જૂનાગઢ શહેરમાં આવવા મંજૂરી આપતા, પરંતુ જેવું લોકડાઉન માં રાહત કરવામાં આવી પોલીસ બંધોબસ્ત ખૂબ જ ઘટી ગયો, કોઈ વ્યક્તિ સાથે પૂછપરછ થતી નથી. જેમ લાગે કે કોરોના વાઇરસ દુનિયામાંથી ખતમ થઈ ગયો હોય તેમ જૂનાગઢની બજારો જોવા મળે છે.
આ પોસ્ટ લખવાનું કારણ આજના ચોવીસ કલાકમાં આવેલ 24 કેસો છે. જે ગઈ ચોવીસ કલાકમાં 7 કેસો જ હતા. એક જ દિવસમાં લગભગ ત્રણ ગણા કેસો વધવાને નજરઅંદાજ ન કરી શકાય.
મારી વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણી તેમજ જૂનાગઢ કલેક્ટરશ્રી અને એસ.પી. સરને નમ્ર વિનંતી કે આપ ફરીથી પૂરતો બંધોબસ્ત ગોઠવી યોગ્ય કોરોના ટેસ્ટ કરાવી આ વધતી મહામારીને અટકાવો.
આભાર.
#Junagadh #Covid19 #Gujarat #IndiaFightCorona 

4200 Grade pay અમારો અધિકાર છે.

2010 અને ત્યારબાદની ભરતી પછી લાગેલા પ્રાથમિક શિક્ષકોનો 2800 Grade pay આપવાની જાહેરાત 2019માં ગુજરાત સરકારે કરી તે ખરેખર અન્યાય છે.
2010 પછી લાગેલા પ્રાથમિક શિક્ષકોની લાયકાત માસ્ટર ડીગ્રી સાથે બી.એડ., એમ.એડ. છે. જેઓ હાઈસ્કૂલના શિક્ષકો સમકક્ષ ગણાય છે. છતાં પ્રાથમિક શિક્ષકોને 2800 ગ્રેડ પે આપીને અમને અન્યાય કરી રહી છે. મારી વાત કરું તો, Ptc સાથે ગ્રેજ્યુએટ કરી 2011 માં આવેલ પ્રથમ Tet પરીક્ષા પાસ કરીને ધોરણ 6 થી 8 ગણિત-વિજ્ઞાન શિક્ષક તરીકે મારી ફરજ બજાવી રહ્યો છું.
નોકરીના 9 વર્ષે મળતા આ grade pay માં કરવામાં અન્યાય બાબતે જૂનાગઢના સાંસદશ્રી તેમજ પત્રકારો પણ રજુઆત કરી ચુક્યા છતાં કોઈ નિરાકરણ આવેલ નથી. અહીં તેમની રજુઆત બતાવી છે.
જે અધિકાર પ્રાથમિક શિક્ષકોનો છે તે મળવો જ જોઈએ. 
આભાર.

#4200Gujarat #4200ગુજરાત #4200ગ્રેડ #4200gradepay #4200GujaratWe #4200ourRIGHT #4200GujaratOur #Gujarat #Education #PrimaryTeacher #GujaratModel #4200અમારોઅધિકાર

રવિવાર, 21 જૂન, 2020

International Day Of Yoga 2020 Celebrate with my Daughter Manushi || Yogesh Ravaliya

Wish you all happy International Day of Yoga 2020. 💐💐💐
આજે World Father's Day પણ છે. એક પુત્ર તરીકે મને મારા પિતા પાસેથી જે અણમોલ પ્રેમ, જતન મળેલ છે તેના માટે આભાર શબ્દ પણ ટૂંકો પડે. જ્યારે એક પિતા તરીકે મારી દીકરી માનુશી માટે અત્યારે જે જીવવાની સુખદ ક્ષણો હું જીવી રહ્યો છું તે માટે હું ઈશ્વરનો આભાર માનું છું. ત્યારે કદાચ મૃત્યુ આવે તો એને પણ કહીશ કે થોડીવાર થોભીજા, મારી દીકરી સાથે બે ઘડી હજી આ અણમોલ સમય જીવી લેવા દે.
આજના આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસમાં પરિવાર સાથે ઉજવવાની તક મળી છે ત્યારે મારી લાડકી સાથે યોગની થોડી યાદો તમારી સાથે જીવી રહ્યો છે.

Happy World Music Day 2020. 🎧🎶🎵
Music સાંભળવાનું કોને ન ગમે, આજે Music Day છે ત્યારે હાલ ચાલી રહેલ ડિપ્રેસનને લઈને ઘણી ઘટનાઓ સામે આવી છે. મારી વાત કરું તો હું પણ આનો સામનો ઘણીવાર કરી ચુક્યો છું. મારી જિંદગીમાં ઘણા એવા પણ આવ્યા છે અને છે જેઓ મારી સાથે પણ આવા પ્રયાસો કરી ચુક્યા છે ત્યારે મેં ફક્ત music ના સહારે જ આ દૂષણથી દૂર રહી શક્યો છું. Music જો મનગમતું સાંભળવામાં આવે તો કોઈપણ ડિપ્રેસનમાંથી બહાર આવી શકાય છે.
સુશાંત માટે તો એક જ વાત કહી શકું, ૐ શાંતિ..
https://youtu.be/elzxPUkDSPA
#WorldMusicDay

આભાર...
માનુશીની મીઠી મીઠી વાતોનો Full Vlog :
https://youtu.be/59l_zA-0hOM

#InternationalDayofYoga #InternationalDayofYoga2020
#HappyFathersDay

મંગળવાર, 16 જૂન, 2020

બુધવાર, 3 જૂન, 2020

શાકભાજીની સીધી ખરીદી ખેડૂત પાસેથી || Corona virus

કોરોના ખતરા વિશે જોતા શાકભાજી જેવી જરૂરી ખાદ્ય વસ્તુઓ લારીઓ કે દુકાનોથી લેવી ખતરનાક હોય શકે પરંતુ જો જે જગ્યાએ તેનું વાવેતર થાય છે ત્યાંથી સીધું જ લેવામાં આવે તો ઘણા ફાયદા જેમ કે,
વ્યાજબી ભાવે શાકભાજી તાજું અને આપણી નજર સામે જ ઉતારીને આપે અને ખેડૂત ને સીધા ભાવ મળે. 
#Gujaratcorona
રવિવાર, 31 મે, 2020

રવિવાર, 24 મે, 2020

My certificate for completed the training "Basics of COVID_19".

Basic of #Covid_19 training completed. Many things reminds by this basic training. Many more Prevention knowledge learned by #COVID19 training. Good work by #igot. Here is my certificate for completed the training "Basics of COVID_19".
#staysafe #CoronaVirusUpdate #Gujaratcorona


શનિવાર, 23 મે, 2020

First Song Teaser || તારી મીઠી મીઠી વાતો ને || YOGESH RAVALIYA


◆ મનમાં ઇરછા અને દ્રઢ આત્મવિશ્વાસ હોય તો કંઈપણ અશક્ય નથી. જીવન એકવાર મળે છે, એવું શું છે જે તમે હંમેશા કરવા માંગતા હતા ? મારુ કહું તો મને પણ સારી દેશભક્તિ અને એક્શન ફિલ્મો જોઈને ડાયરેક્ટર બનવાનું મન થતું પણ તે અશક્ય લાગ્યું.
◆ થોડા સમય પહેલા YourQuote app ની મદદથી અને અંતરમનની દ્રઢ ઇરછાથી એક ગીત લખ્યું.
◆ જોત-જોતામાં એને મારો સ્વર આપવાનું વિચાર્યું અને 7 થી 8 અલગ અલગ રીતે ગાઈને આ ગીતનો યોગ્ય સ્વર ફાઇનલ કર્યો. એક ઇરછા હતી વર્ષો જૂની જે હવે પુરી થતી દેખાય છે. પણ હા આ એક શરૂઆત હોય શકે.
◆ વીડિયો હિટ જાય કે નહીં એની મને કોઈ ચિંતા નથી પણ મારું ગીત બનાવ્યું એનો સંતોષ અને ખુશી અલગ જ છે.
◆ આભાર...

સોમવાર, 11 મે, 2020

National Technology Day India 2020 Quote