Sample Text

Chalti Patti

-- WELCOME TO BLOG :: THANK YOU FOR VISITING --

Saturday, April 27, 2019

PubG ગેમના મુખ્ય ૫ ફાયદાઓ | PubG के 5 लाभ | PubG's Top 5 Benefits


~} PubG ગેમના ફાયદાઓ !!😲 ઘણાને વિશ્વાસ નહીં આવે પણ હું અહી તમારી સામે PubG ગેમ રમવાથી થતા ફાયદાઓ વિશે જણાવવાનો છું.

૧. સૌથી વધુ ફાયદો તમારી ઝીણવટભરી દ્રષ્ટિને છે, જ્યારે તમે આ ગેમ રમો છો ત્યારે તમારે 99 દુશ્મનોને શોધવાના હોય છે જેઓ ક્યાંય પણ હોય શકે છે, કોઈ ઘરમાં કે ગોડાઉનમાં, વૃક્ષ પાછળ કે જંગલોની વચ્ચે ખડમાં છુપાયેલ હોય શકે તેને Gun ના Scope થી જ્યારે તમે શોધો છો ત્યારે તમે પૂરું ધ્યાન લગાવો છો અને પ્રતિસ્પર્ધીને શોધો છો. આનાથી તમે રિયલ માં પણ નાની નાની બાબતોનું અવલોકન કરવા લાગશો.

૨. આ ગેમ ટીમ માં પણ રમી શકાય છે એટલે ટીમવર્ક નો ગુણ આવશે.

૩. આ ગેમ રમતી વખતે તમે આ ગેમમાં એકાગ્ર થઈ જાઓ છો, આજુબાજુમાં શું થઈ રહ્યું છે તે પણ તમને ખબર નથી હોતી. એટલે તમે એક ધ્યાનની સ્થિતિ ધારણ કરો છો. જેથી તમારી યાદશક્તિમાં વધારો થાય છે.

૪. આ ગેમ ઓનલાઇન રમાઈ છે અને તમે દુનિયાના કોઈપણ PubG ગેમર સાથે કનેક્ટ થઈ તેની સાથે રમી શકો છો અને તેની સાથે વાત પણ કરી શકો, ગેમ રમતી વખતે જ ઓનલાઇન. તેથી તમારા દેશ-વિદેશના નવા મિત્રો બનાવી શકો છો. આના પર મેં પહેલા પણ એક પોસ્ટ લખી હતી, જે અહીં ક્લિક કરીને તમે વાંચી શકો છો.

૫. PubG ગેમ તમે રિયલ Guns સાથે રમો છો એટલે તમેં તમામ પ્રકારની Guns વિશે માહિતી મેળવી શકો છો તેમજ gun ની વિવિધ accessories જે gun સાથે જોડવામાં આવે છે તેમજ તેમાં કઈ bullet વપરાય તે પણ જાણી શકો છો. આમા તમામ Guns ના સાચા અવાજ સાંભળવા પણ મળે છે.

~} તો આ હતા PubG Game ના મુખ્ય ૫ ફાયદાઓ.

No comments:

Post a Comment