"ઊંચો હિમાલય પાર એક નાનકડા કદમથી થાય છે,
માઉન્ટ એવરેસ્ટનો માર્ગ પણ આપણા પગ નીચેથી જાય છે,
અવકાશમાં મંગળ પણ પાર યુરી ગાગરિનની હિંમતથી થાય છે.
જીવનમાં આવતી દરેક કસોટી, સામનો કરવાથી પાર થાય છે."
◆ મિત્રો તમે સમજી જ ગયા હશો કે આજે હું સોવિયેત સંઘના યુરી ગાગરીને બતાવેલી એ હિંમતની વાત કરીશ.
◆ તેઓનો જન્મ 9 માર્ચ, 1934 રશિયામાં થયો, તેઓ મધ્યમવર્ગમાંથી આવતા હતા. તેઓ ગણિતમાં ખૂબ હોશિયાર હતા.
◆ તેઓ વિમાન ઉડાવતા શીખી ગયા, ત્યારબાદ તેઓ આર્મીમાં ભરતી થઈ ગયા અને તેમની પસંદગી વિશ્વના પ્રથમ અવકાશયાત્રી તરીકે થઈ.
◆ આ સુવર્ણ તક તેમને તેમની ઓછી ઊંચાઈને કારણે મળી. તેમની ઊંચાઈ 5 ફૂટ 2 ઇંચ હતી એટલે તેઓ રોકેટના કેપ્સયુલમાં ફિટ થઈ શકતા હતા.
◆ આજે 12મી એપ્રિલ પણ વર્ષ 1961ના રોજ તેઓએ પોતાની હિંમત બતાવી વિશ્વને અવકાશમાં જવાની પ્રેરણા આપી અને 'Vostok 1' નામના કેપસ્યુલમાં બેસીને અંતરિક્ષ તરફ પ્રયાણ કર્યું.
◆ તેમણે અંતરિક્ષમાં 108 મિનિટની સફર કરી જેમાં તેઓએ પૃથ્વીની ફરતે આંટા માર્યા. જેવું રોકેટ ઉડયું તેમના પ્રથમ શબ્દો હતા, "Poyekhali" એટલે ચાલો જઈએ".
◆ તેમનું આ હિમતભર્યું પગલું વિશ્વમાં સોનેરી તક લઈને આવ્યું આજે લગભગ 60 વર્ષ થવા આવ્યા છે. આજના દિવસને "International Day of Human Space Flight" તરીકે ઉજવવામાં આવે છે.
◆ યુરી અલેકસેવીચ ગાગરીનનું મૃત્યુ 27 માર્ચ, 1968 રશિયામાં વિમાન અકસ્માતમાં થયું.
◆ આભાર.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો