★ ગુજરાતમાં Corona virus ના અત્યાર સુધીમાં 59 કેસો સામે આવ્યા છે, ભારત આ અંક 1000 ને પહોંચવા આવ્યો છે.
★ શાળા કોલેજોમાં લગભગ 21 દિવસનું મીની વેકેશન જાહેર થયું છે, લોકોને ઘરમાં જ રહેવા સરકાર સતત કહી રહી છે. પોલીસતંત્ર અને મેડિકલ ટીમ પોતાની કામગીરી 24 કલાક કરી રહી છે. તેમના આ ફરજ માટે આપણને ગર્વ થાય અને salute કરવાનું મન થાય.
★ પણ લાગે છે, જે પણ રિસર્ચ થઈ સામે આવી છે, તે મુજબ હજી ઓછામાં ઓછું જૂન-જુલાઈ સુધી આ રોગથી છુટકારો મેળવવા રાહ જોવી પડશે. આ હું નહીં પરંતુ Washington અને Delhi માં કામ કરવાવાળી સંસ્થા Center for Disease Dynamics, Economics & Policy (CDDEP) એ પોતાની એક રિસર્ચમાં કહ્યું છે. એટલે જો ગંભીરતાથી આ રોગ ફેલાય તો હજુ 5 થી 6 મહિના આ રોગ સામે લડવું પડશે.
★ એટલે મિત્રો આ રોગનો સામનો કરવા #StayHomeStaySafe ને અપનાવો અને પોતાના પરિવારને પણ સુરક્ષિત રાખો.
★ પોલીસતંત્રને જો આપણને ઘરે રાખવા રોડ પર લાઠી લઈને ઉતરવું પડે તો આપણી કમનસીબી અને નિરક્ષરતા કહેવાય.
★ એકવાર અમેરિકા અને ઈટલીના corona virus case ના વિડિયો જોઈ લેવા.
★ ઘરે રહો સુરક્ષિત રહો.
★ આભાર.
★ Source : The Lallantop
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો