◆ મનમાં ઇરછા અને દ્રઢ આત્મવિશ્વાસ હોય તો કંઈપણ અશક્ય નથી. જીવન એકવાર મળે છે, એવું શું છે જે તમે હંમેશા કરવા માંગતા હતા ? મારુ કહું તો મને પણ સારી દેશભક્તિ અને એક્શન ફિલ્મો જોઈને ડાયરેક્ટર બનવાનું મન થતું પણ તે અશક્ય લાગ્યું.
◆ થોડા સમય પહેલા YourQuote app ની મદદથી અને અંતરમનની દ્રઢ ઇરછાથી એક ગીત લખ્યું.
◆ જોત-જોતામાં એને મારો સ્વર આપવાનું વિચાર્યું અને 7 થી 8 અલગ અલગ રીતે ગાઈને આ ગીતનો યોગ્ય સ્વર ફાઇનલ કર્યો. એક ઇરછા હતી વર્ષો જૂની જે હવે પુરી થતી દેખાય છે. પણ હા આ એક શરૂઆત હોય શકે.
◆ વીડિયો હિટ જાય કે નહીં એની મને કોઈ ચિંતા નથી પણ મારું ગીત બનાવ્યું એનો સંતોષ અને ખુશી અલગ જ છે.
◆ આભાર...
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો