લેબલ Life Quotes સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ Life Quotes સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

શુક્રવાર, 19 ઑગસ્ટ, 2022

સફર જ્યાં સુધી છે... | Life Quote | Yogesh Ravaliya Quote

સફર જ્યાં સુધી છે, શ્વાસ પણ ત્યાં સુધી જ છે, અનંત લાગતી આ સફર જ્યાં થંભસે, શું કહી શકશું, કે જીવવાની મજા આવી ગઈ...?🌅

#travel #quotes #life #lifequotes 


 

રવિવાર, 1 ઑગસ્ટ, 2021

નવી સવાર નવો એક વિચાર || Yogesh Ravaliya Quotes

 


આજે ફરી નવી સવાર આવી છે, સોનેરી કિરણ આજે ફરી ધ્યાને આવી છે,

ફૂલોની મહેક અને પંખીની ચહેક, સાંભળી બની જાય છે સોનેરી પળ દરેક,

હોય જો કોઈ ગઈકાલનું નગમતું સ્મરણ, શા માટે કરે છે આજે પણ એનું રટણ ?

મળી આજની આ સવાર પણ તને જીવવા, કર મજબૂર મનને આ સવારમાં વિચારવા,

નવી ઉડાન ભર તું આસમાનમાં, ભૂલીને કર ફરી શરૂઆત આ સવારમાં. ✍️ - Yogesh Ravaliya


શનિવાર, 31 જુલાઈ, 2021

આજની સાંજનો સોનેરી વિચાર || Yogesh Ravaliya Quotes

 


દિવસ તો ગયો જેમ-તેમ, તું યાદ કરી આ દિવસને, કેમ ફરે છે આમ-તેમ ?

આજના દિવસની ભલે બની એ ઘટનાઓ, યાદ કરી ના વધાર ચિંતાઓ,


મળ્યું ભલે આજે સુખ કે દુઃખ કોઈથી, ગુમાવી બેસીશ અત્યારની પળ એ વિચારવાની ભૂલથી,

સુંદર આ સાંજને તું ભૂલી ના જતો આજની યાદોથી, યાદ તું રાખજે કે કાલની એ સવાર ફરી બનશે સોનાથી. ✍️ - Yogesh Ravaliya

મંગળવાર, 11 મે, 2021

વિધાતા તારા જ એક Like ની જરૂર છે મારે... | Quote | Yogesh Ravaliya

 વિધાતા તારા જ એક Like ની જરૂર છે મારે,

મારો હિતેરછું પહેલા તું જ છે,

ભલે તું ઊંચાઈ પર બેઠો છે,

પણ તને બંધ આંખોએ મારામાં જોઈ શકું છું.

તું નિરંતર શક્તિ મને આપતો રહેજે,

હું તારી અપાર કૃપાથી ભક્તિમાં વહ્યા કરીશ,

તું સૂર્યોદય મારો, રોજ નવા ધ્યેયથી કરાવતો રહેજે,

હું રોજે-રોજ એ ધ્યેય સિદ્ધ કરતો જઈશ.

તું વિશ્વાસ બનીને મારામાં હંમેશા રહેજે,

હું પરિશ્રમ બનીને તારી સાથે હંમેશા રહીશ.




શનિવાર, 23 મે, 2020

First Song Teaser || તારી મીઠી મીઠી વાતો ને || YOGESH RAVALIYA


◆ મનમાં ઇરછા અને દ્રઢ આત્મવિશ્વાસ હોય તો કંઈપણ અશક્ય નથી. જીવન એકવાર મળે છે, એવું શું છે જે તમે હંમેશા કરવા માંગતા હતા ? મારુ કહું તો મને પણ સારી દેશભક્તિ અને એક્શન ફિલ્મો જોઈને ડાયરેક્ટર બનવાનું મન થતું પણ તે અશક્ય લાગ્યું.
◆ થોડા સમય પહેલા YourQuote app ની મદદથી અને અંતરમનની દ્રઢ ઇરછાથી એક ગીત લખ્યું.
◆ જોત-જોતામાં એને મારો સ્વર આપવાનું વિચાર્યું અને 7 થી 8 અલગ અલગ રીતે ગાઈને આ ગીતનો યોગ્ય સ્વર ફાઇનલ કર્યો. એક ઇરછા હતી વર્ષો જૂની જે હવે પુરી થતી દેખાય છે. પણ હા આ એક શરૂઆત હોય શકે.
◆ વીડિયો હિટ જાય કે નહીં એની મને કોઈ ચિંતા નથી પણ મારું ગીત બનાવ્યું એનો સંતોષ અને ખુશી અલગ જ છે.
◆ આભાર...