આજે ફરી નવી સવાર આવી છે, સોનેરી કિરણ આજે ફરી ધ્યાને આવી છે,
ફૂલોની મહેક અને પંખીની ચહેક, સાંભળી બની જાય છે સોનેરી પળ દરેક,
હોય જો કોઈ ગઈકાલનું નગમતું સ્મરણ, શા માટે કરે છે આજે પણ એનું રટણ ?
મળી આજની આ સવાર પણ તને જીવવા, કર મજબૂર મનને આ સવારમાં વિચારવા,
નવી ઉડાન ભર તું આસમાનમાં, ભૂલીને કર ફરી શરૂઆત આ સવારમાં. ✍️ - Yogesh Ravaliya
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો