વિધાતા તારા જ એક Like ની જરૂર છે મારે,
મારો હિતેરછું પહેલા તું જ છે,
ભલે તું ઊંચાઈ પર બેઠો છે,
પણ તને બંધ આંખોએ મારામાં જોઈ શકું છું.
તું નિરંતર શક્તિ મને આપતો રહેજે,
હું તારી અપાર કૃપાથી ભક્તિમાં વહ્યા કરીશ,
તું સૂર્યોદય મારો, રોજ નવા ધ્યેયથી કરાવતો રહેજે,
હું રોજે-રોજ એ ધ્યેય સિદ્ધ કરતો જઈશ.
તું વિશ્વાસ બનીને મારામાં હંમેશા રહેજે,
હું પરિશ્રમ બનીને તારી સાથે હંમેશા રહીશ.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો