આજે પવિત્ર શ્રાવણ માસનો છેલ્લો દિવસ છે, આ મહિનો હિન્દુઓનો પવિત્ર મહિનો માનવામાં આવે છે. ભગવાન ભોળાનાથ શિવશંકરની અસીમ કૃપાથી આખો શ્રાવણ મહિનો રહીને દિવસમાં એક જ વાર ભોજન લઈને પરમ આનંદ પામી રહ્યો છું. ગયા વર્ષે પણ આખો શ્રાવણ મહિનો રહ્યો, તેનાથી પ્રેરાઈને આ વર્ષે પણ ભોળાનાથના આશીર્વાદ પામવા, અંતરમનથી ભગવાન ભોળાનાથનો આ પવિત્ર શ્રાવણ મહીનો રહ્યો.
આજે ચૌદસ છે, કહેવાય છે કે અમાસ સુધી ન રહેવાય એટલે તેને મુકવા ન જવાય, આ કારણે અમાસના આગલા દિવસે સવારે થોડો નાસ્તો કરી લીધો. આ બંને વર્ષે શ્રાવણ માસ હું મારા અંતરમનની ઇરછાથી રહ્યો. આવતા બધા શ્રાવણ માસ હું નહીં રહું, પણ ભોળાનાથ શિવશંભુની ભક્તિ હંમેશા રહેશે.
આ શ્રાવણ મહિનો રહીને મારા તન અને મનમાં અપાર શક્તિની અનુભૂતિ થઇ રહી છે, તે શબ્દોમાં વ્યક્ત કરવી બહુ કઠિન છે. આજે સવારે પીપળે પાણી રેડીને, માતા-પિતાના આશીર્વાદ, મંદિરમાં ભોળાનાથના આશીર્વાદ લઈને આ શ્રાવણ માસને ખૂબ જ પવિત્ર મનથી વિદાય આપી.
ભગવાન શિવજીને આટલી હૃદયપૂર્વક પ્રાર્થના કે મારા આ વૈશ્વિક પરિવારમાં હંમેશા ખુશીઓ વહેતી રહે અને કોઈ મુશ્કેલી આવે તો તેને તન અને મનથી લડવાની શક્તિ પ્રદાન કરે.
જય ભોલેનાથ
જય શિવશંકર...
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો