- કોરોના વાયરસની મહામારી જવાનું નામ જ નથી લઇ રહી અને દુનિયાના લોકોનો ભોગ લઈ રહી છે, શિક્ષણની વાત કરીએ તો ગયા વર્ષની જેમ આ વર્ષે પણ વર્ષમાં ફક્ત દોઢ મહિનો જ શાળા ઓફલાઇન શરૂ થઈ અને ફરી કોરોના કેસ વધતા ફરી શાળાઓ બંધ કરવી પડી.
- આમને આમ જોતાં બાળકોમાં થોડી નિરાશા જરૂર જોવા મળે છે, કેમકે કેટલાક વિદ્યાર્થીઓ ઓનલાઇન શિક્ષણ હોવા છતાં ભણવામાં ખૂબ મહેનત કરે છે અને જ્યારે તેને ખબર પડે કે આ વર્ષે પણ માસ પ્રમોશન દ્વારા દરેક વિદ્યાર્થીને પરીક્ષા આપ્યા વગર પાસ કરી વર્ગબઢતી આપી દેવાની છે, ત્યારે તેઓને ક્યાંક ને ક્યાંક તેમની મહેનત પર પાણી ફરી ગયું એવું લાગે છે.
- ખરેખર જોઈએ તો, કોરોના મહામારીએ આ સવા વર્ષમાં શિક્ષણને હચમચાવી દીધું છે. બાળકોને યોગ્ય શિક્ષણ નથી મળી શક્યું. આનું ગંભીર પરિણામ ભવિષ્યમાં જોવા મળી શકે છે.
- ઈશ્વરને પ્રાર્થના આ મહામારીનો જલ્દી જડમૂળથી નાશ કરે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો