શુક્રવાર, 3 જુલાઈ, 2020

Corona સંક્રમણ જૂનાગઢમાં કાબુ બહાર જઈ રહ્યું છે.

કોરોના મહામારી દિવસેને દિવસે કાબુ બહાર જઈ રહી છે, ગુજરાત પણ ભારતમાં સૌથી વધુ કેસમાં ત્રીજા ક્રમે પહોંચી ગયું છે. જ્યારે જૂનાગઢની વાત કરું તો તમામ જિલ્લાઓમાં જૂનાગઢ અને અમરેલી જિલ્લાઓ એવા હતા જ્યાં કોરોનાનો પગપેસારો છેલ્લે થયો, જૂનાગઢને લાંબા સમય સુધી કોરોના મુક્ત રાખવામાં કલેકટરશ્રી, પોલીસતંત્ર નો મુખ્ય ફાળો રહેલો હતો જેઓ ખડેપગે પોતાની ફરજ નિભાવી રહ્યા હતા. 
5 મે પ્રથમ કેસ જૂનાગઢમાં આવતા જ ડોક્ટર અને પોલીસતંત્ર સજાગ તો થયું પણ લોકડાઉન ખુલતા જ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે પોલીસના બંધોબસ્તમાં ખૂબ ઘટાડો જોવા મળ્યો છે.
Lock down પહેલા મધુરમ બાયપાસે જ પોલીસ ખૂબ જ સજાગ રહેતી દરેકની પૂછપરછ થતી અને યોગ્ય કારણ હોય તો જ જૂનાગઢ શહેરમાં આવવા મંજૂરી આપતા, પરંતુ જેવું લોકડાઉન માં રાહત કરવામાં આવી પોલીસ બંધોબસ્ત ખૂબ જ ઘટી ગયો, કોઈ વ્યક્તિ સાથે પૂછપરછ થતી નથી. જેમ લાગે કે કોરોના વાઇરસ દુનિયામાંથી ખતમ થઈ ગયો હોય તેમ જૂનાગઢની બજારો જોવા મળે છે.
આ પોસ્ટ લખવાનું કારણ આજના ચોવીસ કલાકમાં આવેલ 24 કેસો છે. જે ગઈ ચોવીસ કલાકમાં 7 કેસો જ હતા. એક જ દિવસમાં લગભગ ત્રણ ગણા કેસો વધવાને નજરઅંદાજ ન કરી શકાય.
મારી વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણી તેમજ જૂનાગઢ કલેક્ટરશ્રી અને એસ.પી. સરને નમ્ર વિનંતી કે આપ ફરીથી પૂરતો બંધોબસ્ત ગોઠવી યોગ્ય કોરોના ટેસ્ટ કરાવી આ વધતી મહામારીને અટકાવો.
આભાર.
#Junagadh #Covid19 #Gujarat #IndiaFightCorona 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો