Chak de india ફિલ્મ જોઈ તો લાગ્યું આવો રોમાંચ ફક્ત ફિલ્મો માં જ જોવા મળે છે પણ આજની મેચમાં ભારતીય મહિલા હોકી ટીમની ખેલાડીઓએ ફરી આ ફિલ્મ યાદ અપાવી દીધી.
ભારત 1-0 થી ક્વાર્ટર ફાઇનલમાં ત્રણ ટાઈમ વિજેતા ઓસ્ટ્રેલિયા ને હરાવી સેમી ફાઇનલમાં પોતાની જગ્યા પાકી કરી લીધી હતી.
જેવા દ્રશ્યો ફિલ્મના અંતમાં જોવા મળ્યા હતા તેવા જ દ્રશ્યો આ મેચ માં જોવા મળ્યા હતા.
ભારતીય મહિલા ટીમ પહેલી વાર ઓલમ્પિક ના સેમિફાઇનલ માં પહોંચી હોય તો ખેલાડીઓની ખુશી તો જોતા જ ખબર પડી જાય.
આજે આ ખુશીનો દિવસ ભારતીય હોકી રમતમાં અને મહિલાઓ માટે હંમેશા યાદ રહેશે. આ માટે ભારતીય મહિલા હોકી ટીમની ખેલાડીઓ, સપોર્ટ સ્ટાફને ધન્યવાદ અને અભિનંદન પાઠવીએ છીએ. આવતી મેચમાં આ મહિલાઓ દેશનું નામ વધુ ઊંચું કરે દેશ માટે ગોલ્ડ લઈ આવે તેવી શુભકામનાઓ.💐💐💐🏑🏑🏑
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો