રવિવાર, 1 ઑગસ્ટ, 2021

Corona Virus ની મહામારી વચ્ચે Olympics નું આયોજન કરવું કેટલું યોગ્ય ?



કોરોના મહામારી વચ્ચે મહિનાથી વિવિધ દેશોના હજારો ખેલાડીઓને ભેગા કરીને ગયા વર્ષના 'પેન્ડિંગ' ઓલમ્પિકનું આયોજન કરવામાં આવ્યું. હવે મેડલની વરસાદ થઈ રહી છે, રોજ ખેલાડીઓ રમતના આ મહાકુંભમાં ભાગ લે છે અને રોજ સોના, ચાંદી ના મેડલ જીતે છે, શુ આ રીતે આયોજન યોગ્ય છે, ચાલો થોડા મુદ્દાઓથી સમજીએ.

1. લગભગ દોઢ વર્ષથી કોરોના મહામારી દુનિયામાં લોકોનો ભોગ લઈ રહી છે, જેમાં બધાએ પોતાના કોઈ ને કોઈ સ્વજનને ગુમાવ્યા છે.ત્યારે આવા ભયભીત વાતાવરણમાં olympics માં ભાગ લેનાર ખેલાડીઓએ શુ તૈયારી કરી હશે અને એમનું માનસિક સ્વાસ્થ્ય કેવું હશે એ વિચારતા જ સમજાઈ જશે.

2. Olympics માં અત્યારે ટોક્યો, જાપાન પહોંચીને કે જ્યાં રોજના ટેસ્ટિંગ, ત્યાંના બંધનો કે તેઓ કોઈને મળે તો પણ કોરોના પ્રોટોકોલ ને ધ્યાનમાં રાખીને, રહેવું પડે તો પણ કોરોનાનો ડર તો ખરો જ.

3. સતત વધતા કેસથી ખેલાડીઓના માનસિક સ્વાસ્થ્ય પર અસર જેથી તે દેશના મેડલ માં પણ અસર પડે.

4. જ્યાં હજી મહિનાથી ઓલમ્પિક શરૂ થયો ત્યાં આજના સમાચાર માં જાપાનમાં કોરોના કેસ માં વધારો થયો. આમાં દરેક ખેલાડીની રમત પર પડતી અસર.

5. મહત્વપૂર્ણ મુદ્દો તો એ છે કે, જ્યાં આવી મહામારીને લીધે પોતાના દેશના ખેલાડીઓનો ઉત્સાહ વધારવા જાહેર જનતાને આ ઓલિમ્પિક જોવા મેદાનમાં આવવની મનાઈ છે ત્યારે એ ખેલાડીઓનો ઉત્સાહ વધારતી કિલકારીઓની ખોટ અત્યારે ખેલાડીને જરૂર વર્તાતી હશે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો